અફઘાનિસ્તાનમાં પ્રચંડ પૂર: ૨૦ મૃત્યુ, ૧૦૦થી વધુ લાપતા
અફઘાનિસ્તાનમાં પ્રચંડ પૂર: ૨૦ મૃત્યુ, ૧૦૦થી વધુ લાપતા
Published on: 21st July, 2026

અફઘાનિસ્તાનમાં અચાનક આવેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા, જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા અને ૧૦૦થી વધુ લાપતા છે. અફઘાનિસ્તાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાપતાઓ માટે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નૂરાઆન પ્રાંતના પારૂન શહેરમાં ભારે નુકસાન થયું છે, જ્યાં અનેક ઘરો, ખેતીવાડી અને માર્ગોને નુકસાન થયું છે. વનોનો વિનાશ, ઋતુ પરિવર્તન અને કાચા મકાનો આ વિનાશક પૂરોના મુખ્ય કારણો છે.