અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદી માહોલ
અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદી માહોલ
Published on: 21st July, 2026

રાજ્યમાં ચોમાસાની સક્રિયતાને પગલે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ધોધમાર વરસાદને કારણે 71 રસ્તા બંધ કરાયા છે, જ્યારે સુરતના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. હવામાન વિભાગે કચ્છ, ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.