હૂતીઓએ કર્યો રાતા સમુદ્રનો પ્રવેશદ્વાર બંધ
હૂતીઓએ કર્યો રાતા સમુદ્રનો પ્રવેશદ્વાર બંધ
Published on: 21st July, 2026

એડન ગલ્ફના વ્યૂહાત્મક પ્રવેશદ્વાર, બાબ-એલ-મંડેલ (Gate of Tears) ને યમનના હૂતી બળવાખોરોએ બંધ કરી દેતાં વૈશ્વિક તેલ સંકટ વધુ ઘેરું બન્યું છે. ઈરાનના સમર્થનથી આ પગલું લેવાયું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં સઉદી અરેબિયા પહેલેથી જ રાતા સમુદ્ર માર્ગે તેલ વેચી રહ્યું હતું. આ નવી પરિસ્થિતિ મધ્ય પૂર્વમાં એક નવો મોરચો ખોલે છે, જેનાથી એનર્જી માર્કેટ પર દબાણ વધી રહ્યું છે. વિશ્વનો ૨૦% તેલ પુરવઠો પ્રભાવિત થયો છે અને કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.