રશિયાના હુમલામાં યુક્રેનમાં ભારતીય નાવિક અખિલ જોયનનું મોત
રશિયાના હુમલામાં યુક્રેનમાં ભારતીય નાવિક અખિલ જોયનનું મોત
Published on: 21st July, 2026

યુક્રેનના ઓડેસા બંદર નજીક રશિયન દળો દ્વારા માલવાહક જહાજ પર થયેલા હુમલામાં કેરળના 26 વર્ષીય નાવિક અખિલ જોયનનું દુઃખદ અવસાન થયું છે. તેઓ પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા અને બે મહિના પછી તેમના લગ્ન થવાના હતા. તેમની સગાઈ એક મહિના પહેલા જ થઈ હતી. છેલ્લા છ વર્ષથી મર્ચન્ટ નેવીમાં સેવા આપતા અખિલે તાજેતરમાં જ ઘર બનાવ્યું હતું અને નવી નોકરી શરૂ કરવાનું આયોજન કરી રહ્યા હતા. આ ઘટનાથી પરિવાર અને ગામમાં શોક છવાયો છે. કેરળ સરકાર અખિલના પાર્થિવ દેહને લાવવા પ્રયાસો કરી રહી છે.