છોટાઉદેપુરના તેજગઢ પાસે અછાલા ગામે કૂવામાં દીપડો ખાબકતાં રેસ્ક્યૂ ઓપરેશન
છોટાઉદેપુરના તેજગઢ પાસે અછાલા ગામે કૂવામાં દીપડો ખાબકતાં રેસ્ક્યૂ ઓપરેશન
Published on: 03rd August, 2026

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામ પાસે આવેલા અછાલા ગામમાં એક દીપડો અચાનક સુંદર ગોસલાભાઈના કૂવામાં પડી જતાં સ્થાનિક લોકોમાં ભય અને દોડધામ મચી ગઇ હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી પાંજરે પૂર્યો. આ ઘટના બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા લોકોને આવા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અને ભીડ ન કરવાની અપીલ કરાઈ છે.