મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય
Published on: 13th August, 2026

લગભગ 23 વર્ષ બાદ ઇરાકમાં અમેરિકી સૈન્યની હાજરી સત્તાવાર રીતે સમાપ્ત થવા જઈ રહી છે. ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીના કાર્યાલયે જાહેરાત કરી છે કે આગામી 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં તમામ અમેરિકી સૈનિકો ઇરાક છોડી દેશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રમુખ એડમિરલ બ્રાડ કૂપર સાથેની બેઠક બાદ આ નિર્ણયની પુષ્ટિ થઈ છે. 2003માં સદ્દામ હુસેનના શાસનને હટાવવા માટે શરૂ થયેલું સૈન્ય અભિયાન હવે 23 વર્ષ બાદ સમાપ્ત થશે. ISIS ના જોખમને કારણે 2014માં ફરીથી તહેનાત કરાયેલા સૈનિકો હવે પરત ફરશે.