ઈરાન સામે યુદ્ધ માટે ઉતરેલું USAનું જહાજ વિચિત્ર સંકટમાં
ઈરાન સામે યુદ્ધ માટે ઉતરેલું USAનું જહાજ વિચિત્ર સંકટમાં
Published on: 25th February, 2026

USA અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે. USA પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બંને દેશો વચ્ચે કોઈપણ સમયે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા છે. ઈરાનને ઘેરવા માટે અમેરિકાએ દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડને મધ્ય-પૂર્વના દરિયામાં તૈનાત કર્યું છે. જોકે, ઈરાન સામે લડતા પહેલા અમેરિકાનું આ જહાજ અજીબોગરીબ સ્થિતિમાં સપડાયું છે. આ જહાજ પર તૈનાત સૈનિકો ઈરાન સામે લડતા પહેલાં મધદરિયે આમને-સામને લડી રહ્યા છે અને તે પણ ટોઈલેટ માટે.