વાયરલેસ નજીક ગોળાઈ પર સિટી બસે બાઇકને ટક્કર મારતા યુવાન ઈજાગ્રસ્ત
વાયરલેસ નજીક ગોળાઈ પર સિટી બસે બાઇકને ટક્કર મારતા યુવાન ઈજાગ્રસ્ત
Published on: 05th August, 2026

પોરબંદર શહેરમાં બેફામ વાહનો ચાલક ગતિને કારણે અકસ્માતો સતત વધી રહ્યા છે. આજે સંદીપની રોડ પર વાયરલેસ ઓફિસ નજીકની ગોળાઈ પાસે મહાનગરપાલિકાની સિટી બસના ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સવાર યુવાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ થતા તેને 108 દ્વારા પોરબંદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.