જામનગર જિલ્લામાં વરસાદનો અભાવને કારણે ખેડૂતો અને શહેરીજનોની ચિંતા વધી
જામનગર જિલ્લામાં વરસાદનો અભાવને કારણે ખેડૂતો અને શહેરીજનોની ચિંતા વધી
Published on: 09th August, 2026

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાનો સંપૂર્ણ વિરામ ખેડૂતો અને શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. વરસાદના અભાવે ખેતરો સૂકા પડી રહ્યા છે અને લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી છતાં જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં શૂન્ય મી.મી. વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તાપમાન અને ભેજનું પ્રમાણ પણ યથાવત્ છે, જે ઉકળાટ વધારે છે.