નવસારીમાં ભયાનક પૂર: લાખથી વધુ લોકો પ્રભાવિત
નવસારીમાં ભયાનક પૂર: લાખથી વધુ લોકો પ્રભાવિત
Published on: 01st August, 2026

નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના પરિણામે જિલ્લામાં ત્રીજી વખત ભયાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી શહેર અને બીલીમોરા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લાખો લોકોના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, અને 3,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.