દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે ફાયર વિભાગની માર્ગદર્શિકા જાહેર
વડોદરા શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાથી આગ લાગવાની ઘટનાઓ અટકાવવા ફાયર વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. નાગરિકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા, બાળકો સાથે વડીલોની હાજરી સુનિશ્ચિત કરવા અને રાત્રે 10 થી સવારે 6 દરમિયાન ફટાકડા ફોડવાનું ટાળવા સૂચવાયું છે. પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા નહીં ફોડવા અને જ્વલનશીલ પદાર્થો દૂર રાખવા પણ જણાવાયું છે.
