Menu
વલસાડમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી: ટ્રાન્સફોર્મર પોલ તૂટતાં ગાયનું મોત, વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
વલસાડમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી: ટ્રાન્સફોર્મર પોલ તૂટતાં ગાયનું મોત, વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
Published on: 23rd June, 2025

વલસાડ તાલુકાના કોસંબા રોડ પર આવેલા ભાગડા વાડા ગામે પોલિટેક્નિક કોલેજ નજીક મધ્યરાત્રીએ ભારે પવન ફૂંકાયો, જેના કારણે કોસંબા રોડ ઉપર એક મહાકાય વૃક્ષ કડાકા સાથે ધરાશાયી થયું. આ વૃક્ષ વીજ લાઈન પર પડ્યુ, જેના કારણે બે વીજ પોલ અને એક ટ્રાન્સફોર્મર પોલ તૂટી પડ્યા. રોડ ઉપર પસાર થતી એક ગાય વીજતારના સંપર્કમાં આવતા તેનું મોત નીપજ્યું. સ્થાનિકો દ્વારા તાત્કાલિક વીજ કંપની અને અગ્રણીઓને સૂચના આપવામાં આવી અને વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી મરામત કાર્ય શરૂ કર્યું, જેના કારણે ભાગડાવાડા ગામ અને આસપાસ વિજળી ડૂલ રહી.