અમદાવાદ-ગાંધીનગર સહિત 6 જિલ્લામાં આગામી 3 કલાક અતિભારે વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 6 જિલ્લામાં આગામી 3 કલાક અતિભારે વરસાદ
Published on: 18th September, 2026

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ૩ કલાક માટે વરસાદનું નાઉકાસ્ટ બુલેટિન જારી કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદ, ગાજવીજ અને 41-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિમીથી વધુ વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં મધ્યમ અને હળવા વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ અપાયા છે. નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.