રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
Published on: 01st August, 2026

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. સાવચેતીના ભાગરૂપે શાળાઓ અને કોલેજોમાં રજા અપાઈ છે, જ્યારે તંત્રને સજ્જ રાખવા માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. સવારથી થયેલા વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી છે અને જનજીવન પર અસર પડી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.