Menu
હાલાકી:સુથારપાડા ફળીગામ માં વીજળીનો થાંભલો જમીન દોસ્ત થતા અંધારપટ
હાલાકી:સુથારપાડા ફળીગામ માં વીજળીનો થાંભલો જમીન દોસ્ત થતા અંધારપટ
Published on: 22nd June, 2025

કપરાડાના સુથારપાડા નજીક ફળીગામમાં ભારે વરસાદ દરમિયાન વીજળીનો થાંભલો ઢળી પડતાં ગામમાં અંધારું છાઈ ગયું છે. 19 જૂનના ભારે વરસાદ પછી મોલુષ્ઠા ફળિયામાં આ થાંભલો તૂટી ગયો હતો, જેને લઈ વિસ્તારની વીજ વિભાગને જાણ કરી લાઇન બંધ કરી હતી, પરંતુ ત્રણ દિવસ બાદ પણ મરામત ન થવા કરતા 10 થી વધુ ઘરોમાં અંધારું છવાયેલું છે. ગામવાસીઓ દીવો સળગાવી રાત પસાર કરે છે અને રાતમાં સરિસૃપ આવી શકે તેનો ભય રહે છે. સુરેશભાઈ દ્વારા વીજ કંપનીમાં ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી, જેના કારણે ગામના લોકોને કાળી અંધારામાં રહેવું પડી રહ્યું છે.