જામનગર જિલ્લાના 56% ગામો પીવાના પાણી માટે નર્મદા નીર પર નિર્ભર
જામનગર જિલ્લાના 428 ગામો પૈકી 240 ગામો (લગભગ 56%) પીવાના પાણી માટે સંપૂર્ણપણે નર્મદા આધારિત જૂથ યોજના પર નિર્ભર છે. આ ગામોને નર્મદા પાઈપલાઈન મારફતે રોજ 75 એમએલડી પાણી મળે છે. જોડિયા તાલુકામાં સૌથી વધુ 92% ગામો નર્મદા આધારિત છે, જ્યારે 2 ગામોમાં ટેંકર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
