કચ્છના અજય વારસુરે નેપાળમાં વર્લ્ડ પાવરલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા
કચ્છના ભુજ નજીક આવેલા અવધનગર ગામના અજય વારસુરે નેપાળમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં અંડર-19 સબ-જુનિયર કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીતીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અજયે ફુલ પાવરલિફ્ટિંગ (SBD)માં 405 કિલો વજન ઉંચકીને અને ડેડલિફ્ટમાં 182 કિલો વજન ઉંચકીને આ સિદ્ધિ મેળવી છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેની સફળતાથી સમગ્ર કચ્છમાં આનંદની લહેર છે.
