વિજયાદશમના પર્વે આર્થિક ઘોડો દોડ્યો...
વિજયાદશમીના પાવન અવસરે કચ્છના ભુજમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. લોકોએ ફાફડા-જલેબી આરોગીને તહેવારની ઉજવણી કરી. ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રોનું પૂજન કરાયું, જેમાં મદદનીશ પોલીસ વડા ગૌતમ વિવેકાનંદન ઉપસ્થિત રહ્યા. શુભ મુહૂર્તમાં વાહનો, જેમાં બાઇક, કાર અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો સમાવેશ થાય છે, તેની ધૂમ ખરીદી થઈ. સાંજે રાજપરિવાર દ્વારા શમી વૃક્ષ પૂજન કરાયું.
