નવસારી જિલ્લામાં જુલાઈ મહિનામાં રેકોર્ડબ્રેક 83.92% થી વધુ વરસાદ
નવસારી જિલ્લામાં જુલાઈ મહિનામાં રેકોર્ડબ્રેક 83.92% થી વધુ વરસાદ
Published on: 03rd August, 2026

નવસારી જિલ્લામાં જુલાઈ મહિનામાં અવિરત વરસાદ પડતાં છેલ્લા પાંચ વર્ષના સરેરાશ આંકડાને પાછળ છોડી દીધા છે. સિઝનના કુલ સરેરાશ 94.84% વરસાદ સામે માત્ર એક જ મહિનામાં 83.92% વરસાદ નોંધાયો છે. આ વર્ષે ચોમાસુ મોડે શરૂ થયું હતું, પરંતુ જુલાઈની શરૂઆતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ પ્રચંડ વરસાદને કારણે નવસારી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરનો સામનો કરવો પડ્યો હતો. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના બાકી હોવાથી આ વર્ષે વરસાદના તમામ જૂના રેકોર્ડ તૂટી જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.