
દાહોદમાં સામાન્ય વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખોલી: અનેક જગ્યાએ પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી થતાં વાહન ચાલકો પરેશાન, નગરપાલિકાની નિષ્ફળતા સામે લોકોમાં રોષ
દાહોદ શહેરમાં શનિવારે, 14 જૂન 2025ની સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન પડેલા માત્ર 22 મિમીના વરસાદે નગરપાલિકાની સ્માર્ટ સિટીના નામે કરવામાં આવેલી મોટી મોટી વાતોની પોલ ખોલી નાખી. ભારે વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે આવેલા આ વરસાદે શહેરને પાણીના દરિયામાં ફેરવી દીધું. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ગોદી રોડ, ભગીની સમાજ, સ્ટેશન રોડ, ગોવિંદનગર, ગોધરા રોડ, ચાકલીયા રોડ, દર્પણ રોડ, ભીલવાડા, યાદગાર ચોક અને ઝાયડસ હોસ્પિટલ તરફના રસ્તાઓ તેમજ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહનવ્યવહાર સદંતર ઠપ્પ થઈ ગયો અને રાહદારીઓ પાણીમાં ફસાઈ ગયા હતા. ગોદી રોડ અને ભગીની સમાજ વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા, જેના લીધે રસ્તાઓ પર અવરોધો ઉભા થયા. દાહોદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી નામ માત્ર જ રહી, જે આ નાનકડા વરસાદે સ્પષ્ટ કરી દીધું. આ સામાન્ય વરસાદે દાહોદની વ્યવસ્થાઓની નબળાઈઓને ઉજાગર કરી છે, અને હવે નગરપાલિકાની જવાબદારી છે કે તે લોકોના વિશ્વાસને પાછો મેળવે અને શહેરને આવી હાલાકી માંથી બચાવે જરૂરી બન્યુ છે.
દાહોદમાં સામાન્ય વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખોલી: અનેક જગ્યાએ પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી થતાં વાહન ચાલકો પરેશાન, નગરપાલિકાની નિષ્ફળતા સામે લોકોમાં રોષ
