સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ, વઢવાણમાં સૌથી વધુ 19 મીમી
સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ, વઢવાણમાં સૌથી વધુ 19 મીમી
Published on: 14th August, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે અનેક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જિલ્લા કંટ્રોલ રૂમ મુજબ, ગુરુવારે દિવસ દરમિયાન સરેરાશ 4.3 મીમી વરસાદ નોંધાયો, જેમાં વઢવાણ તાલુકામાં સૌથી વધુ 19 મીમી વરસાદ પડ્યો. વઢવાણમાં બે કલાકમાં 16 મીમી વરસાદથી માર્ગો પર પાણી વહી નીકળ્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. દસાડામાં 10 મીમી, લીંબડીમાં 6 મીમી અને ચુડામાં 4 મીમી વરસાદ નોંધાયો. ધ્રાંગધ્રામાં 3 મીમી અને મૂળીમાં 1 મીમી વરસાદ પડ્યો. આ વરસાદ સાથે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 501 મીમી થયો.