અમદાવાદમાં ધોધમાર વરસાદ: 5 અંડરપાસ બંધ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: 5 અંડરપાસ બંધ
Published on: 18th September, 2026

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અવિરત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જતા લોકો પાણી ભરાવાને લીધે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 5 અંડરપાસ, જેમાં પરિમલ, શાહીબાગ, અખબારનગર, મીઠાખળી અને મકરબા અંડરપાસનો સમાવેશ થાય છે, તે બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવાયા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.