ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
Published on: 01st August, 2026

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ છે, જેના કારણે 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદથી રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા છે. સુરતના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.