ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો: આગામી ત્રણ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો: આગામી ત્રણ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
Published on: 09th August, 2026

ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. 12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય સહિતના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની IMDએ આગાહી કરી છે. 11 ઓગસ્ટના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 10થી 12 ઓગસ્ટ દરમિયાન 30-40 કિ.મી.-કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે.