રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી: 8 જિલ્લામાં યલો એલર્ટ
રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી: 8 જિલ્લામાં યલો એલર્ટ
Published on: 01st July, 2026

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જેવા 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 2 જુલાઈથી વરસાદનું જોર વધશે અને 3 તથા 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80% ની ઘટ જોવા મળી હતી.