હિંમતનગરથી પકડાયેલો બીમાર દીપડો અમદાવાદમાં ત્રણ મહિનાથી નાના કેજમાં બંધ
હિંમતનગરથી પકડાયેલો બીમાર દીપડો અમદાવાદમાં ત્રણ મહિનાથી નાના કેજમાં બંધ
Published on: 01st July, 2026

ગીરના સિંહોમાં બેબિસિયા રોગ ફેલાયા બાદ, હિંમતનગરથી પકડાયેલો બીમાર દીપડો અમદાવાદ નજીક એક વનવિભાગના પુનઃવસન કેન્દ્રમાં ત્રણ મહિનાથી 'ટ્રાન્સફર કેજ'માં રાખવામાં આવ્યો છે. Central Zoo Authority (CZA)ની ગાઇડલાઇન મુજબ, કોઇપણ વન્યજીવને 24 કલાકથી વધુ સમય માટે ટ્રાન્સફર કેજમાં રાખી શકાય નહીં. દીપડાને ઇન્ફેક્શન હોવા છતાં, તેને અત્યંત નાના પાંજરામાં રાખવામાં આવ્યો છે, જ્યાં હવાની અવરજવર, તબીબી સુવિધા કે મળ-મૂત્રના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ CZAના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.