22 જૂનથી ભારે વરસાદની આગાહી: બનાસકાંઠા-સાબરકાંઠામાં રેડ એલર્ટ
22 જૂનથી ભારે વરસાદની આગાહી: બનાસકાંઠા-સાબરકાંઠામાં રેડ એલર્ટ
Published on: 21st June, 2025

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં શરૂઆતમાં વરસાદનું જોર ઓછું રહેશે અને પછી વરસાદની તીવ્રતા વધશે. માછીમારોને આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સુરતના ઉમરપાડામાં અઢી ઇંચ અને નર્મદાના સાગબારામાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો છે. 22 જૂનથી ભારે વરસાદની શક્યતા હોવાથી બનાસકાંઠા અને સાબરકાંઠા માટે રેડ એલર્ટ, 16 જિલ્લાઓ અને દમણ-દાદરા માટે ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. NDRFની 12 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.