ગુજરાતમાં મેઘતાંડવ: અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં મેઘતાંડવ: અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
Published on: 01st August, 2026

ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 1 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જળબંબાકાર અને રસ્તાઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, અમરેલી અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.