કાશ્મીરમાં વાદળ ફાટવાથી પૂર, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
કાશ્મીરમાં વાદળ ફાટવાથી પૂર, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
Published on: 13th July, 2026

હવામાન વિભાગે પૂર્વોત્તર વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ મધ્ય વિસ્તારોમાં પણ છ-સાત દિવસ વરસાદ રહેશે. ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં રવિવારે ભારે વરસાદથી અનેક રોડ બંધ થયા હતા, જેમાં બે નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે. યમુનોત્રી હાઇવે ત્રણ દિવસથી બંધ છે. રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસમાં જોધપુર, બિકાનેર જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ડસ્ટ સ્ટોર્મની આગાહી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં વાદળ ફાટવાથી પહલગામ સહિત અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું.