ગુલશન કુમાર હત્યા કેસ: ૨૯ વર્ષ બાદ અનુરાધા પૌડવાલે નદીમ સૈફી પર તોડ્યુ મૌન
ગુલશન કુમાર હત્યા કેસ: ૨૯ વર્ષ બાદ અનુરાધા પૌડવાલે નદીમ સૈફી પર તોડ્યુ મૌન
Published on: 14th July, 2026

૧૯૯૭માં ટી-સિરીઝના સંસ્થાપક ગુલશન કુમારની હત્યામાં સંગીતકાર નદીમ સૈફીનું નામ સામે આવ્યું હતું, જેના કારણે તેમની કારકિર્દી પર અસર પડી અને તેઓ દેશ છોડીને ભાગી ગયા. હવે ૨૯ વર્ષ બાદ, અનુરાધા પૌંડવાલે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નદીમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણકારી નથી કારણ કે ગુલશન કુમારે ક્યારેય આ બાબતે ચર્ચા કરી ન હતી. અનુરાધાએ હંમેશા પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખી છે અને તેઓ લોકોની વાતોથી પ્રભાવિત થતા નથી.