વડોદરામાં ભારે વરસાદ: હોસ્ટેલમાં પાણી ભરાયા
વડોદરામાં ભારે વરસાદ: હોસ્ટેલમાં પાણી ભરાયા
Published on: 01st August, 2026

ગુજરાતના વડોદરા શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ઘૂસી જતાં તંત્રને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી. મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 100 વિદ્યાર્થીનીઓ, 40 વિદ્યાર્થીઓ અને 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.