ભારે વરસાદે વડોદરા-વાઘોડિયા માર્ગ બંધ
ભારે વરસાદે વડોદરા-વાઘોડિયા માર્ગ બંધ
Published on: 01st August, 2026

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે પીપળીયા ગામ નજીક વાઘોડિયા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વડોદરા-વાઘોડિયા માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. આ કારણે બંને દિશાઓમાં વાહનોની લાંબી કતારો લાગી છે અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ઓસર્યા બાદ જ માર્ગ પુન: શરૂ કરવામાં આવશે, ત્યાં સુધી લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ છે.