બોટાદમાં ડમ્પરચાલક દ્વારા વીજપોલ પડ્યા.
બોટાદમાં ડમ્પરચાલક દ્વારા વીજપોલ પડ્યા.
Published on: 28th May, 2026

બોટાદના પાળીયાદ રોડ પર પટેલ પાર્ક નજીક 27 મેની રાત્રે એક ડમ્પર ચાલકે વીજપોલ તોડી પાડ્યા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. PGVCL બોટાદ ટાઉન-2 ટીમે નાયબ ઇજનેર એ.એસ. પરમારના નેતૃત્વ હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, ગરમીમાં લોકોને હાલાકી ન પડે તે માટે રાત્રિ દરમિયાન જ નવા પોલ ઉભા કરી અને વીજ લાઇન રિપેર કરવાની કામગીરી કરી. અસરકારક કામગીરીથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો, અને સ્થાનિકોએ PGVCL ટીમના પ્રયાસોની પ્રશંસા કરી.