જામનગરમાં પુરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન
જામનગરમાં પુરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન
Published on: 28th May, 2026

જામનગરમાં પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે. આ કથા અધિક જેઠ સુદ 8 થી અધિક જેઠ સુદ 15, 2026 દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે. દરરોજ સવારે 9:30 થી 12:30 અને સાંજે 4 થી 7 કલાકે કથા થશે. કેતનભાઈ પુંજાણી (કેતન મહારાજ) વ્યાસપીઠ પરથી કથા રસપાન કરાવશે. કથા દરમિયાન જગદંબા પ્રાગટ્ય, મહિષાસુર મર્દિની, સહસ્ર નામાવલી યજ્ઞ, તુલસી વિવાહ અને શિવ વિવાહ જેવા ધાર્મિક પ્રસંગો યોજાશે. 30 મે, 2026 ના રોજ મહાપ્રસાદનું પણ આયોજન છે.