રાજકોટ હેલ્થ કચેરીના ક્લાર્ક પરેશ ચૌહાણ સામે ૧૬.૫૯ લાખની ઉચાપતની ફરિયાદ.
રાજકોટ હેલ્થ કચેરીના ક્લાર્ક પરેશ ચૌહાણ સામે ૧૬.૫૯ લાખની ઉચાપતની ફરિયાદ.
Published on: 28th May, 2026

રાજકોટની તાલુકા હેલ્થ કચેરીમાં જુનિયર ક્લાર્ક પરેશ ચૌહાણે સરકારી નાણાંની ઉચાપત કરી રૂ. ૧૬.૫૯ લાખનો ચૂનો લગાવ્યો છે. આરોપી ક્લાર્કે નિવૃત્ત અને મૃત કર્મચારીઓના નામે નકલી બિલ અને એરિયર્સના વાઉચર તૈયાર કરી, તે રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવી દીધી હતી. આ કાળી કરતૂત ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવી હતી. હેલ્થ વિભાગની ફરિયાદ બાદ પોલીસે પરેશ ચૌહાણ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.