અંબાજી અને કુંભારિયા પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી અને આસપાસના કુંભારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું. કાળા વાદળો, તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો. આ વરસાદથી ગરમીમાંથી રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
