અમદાવાદમાં ઘેરાયા કાળા વાદળો
અમદાવાદમાં ઘેરાયા કાળા વાદળો
Published on: 01st August, 2026

અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ફરી ધમાકેદાર પ્રવેશ કર્યો છે, આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયું અને મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. હવામાન વિભાગે દિવસ દરમિયાન 'રેડ એલર્ટ' અને બપોરે 1 વાગ્યા સુધી 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આગામી બે કલાકમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ અમદાવાદમાં વેજલપુર, શ્યામલ, સેટેલાઈટ, એસ.જી. હાઈવે પર મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અને મધ્ય અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે.