Menu
અસહ્ય ઉકળાટ બાદ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ: બે-ત્રણ દિવસના બફારા બાદ વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો, ગરમીથી લોકોને હાશકારો મળ્યો
અસહ્ય ઉકળાટ બાદ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ: બે-ત્રણ દિવસના બફારા બાદ વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો, ગરમીથી લોકોને હાશકારો મળ્યો
Published on: 15th June, 2025

સુરત શહેરમાં બપોર બાદ એકા એક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બે વાગ્યા સુધી અસહ્ય ગરમીનો અનુભવ સુરતીલાલાઓ કરી રહ્યા હતા. બે-ત્રણ દિવસથી વધુ પડતા બફારાને કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. લોકો વરસાદની જોઈ રહ્યા હતા. ત્રણ વાગ્યે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આખેઆખુ આકાશ કાળાઓથી ઘેરાઈ ગયા બાદ મુશળધાર વરસાદ સુરતના તમામ વિસ્તારોની અંદર ખાબક્યો હતો. ખાસ કરીને સુરતના અડાજણ, વેસુ અને અઠવાલાઇન્સ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. સમગ્ર સુરત શહેરમાં એકસાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો. મુશળધાર વરસાદની અસર ગણતરીની મિનિટોમાં જ જનજીવન ઉપર દેખાવાની શરૂ થઈ ગઈ હતી. આકાશમાં સતત કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. એક સપ્તાહ બાદ વરસાદ શરૂ થતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. ગરમીથી રાહત મેળવતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે.