ચાલક માંડ બચ્યો: મોડાસામાં ભારે વાવાઝોડુ ફૂંકાતાં વીજ થાંભલો ઇકો પર પડ્યો
Published on: 15th June, 2025
મોડાસામાં વાવાઝોડા સાથે ચાલુ વરસાદ દરમિયાન ચાર રસ્તા પાસેથી પસાર થતી ઇકો પર વીજ થાંભલો પડતાં ઇકોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. સામાન્ય વાવાઝોડામાં વીજ થાંભલો તૂટી પડતાં વીજ કંપની દ્વારા શહેરમાં કરેલ મેન્ટેનન્સ કામગીરી ઉપર લોકોમાં સવાલો ઉઠ્યા હતા. જ્યારે પૂર્ણિમા હોટલ પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. વાવાઝોડા અને વરસાદથી મોડાસામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસામાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા શહેરના અનેક વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. વડાલીમાં અડધો ઇંચ, વિજયનગરમાં 8 મીમી અને ખેડબ્રહ્મામાં 7 મીમી વરસાદ નોંધાયો હતો.

Published at: June 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર