વડોદરામાં મોડી રાત્રે 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું: ગાજરવાડી વિસ્તારમાં મગર દેખાતા દોડધામ, રેસ્ક્યુ ટીમે પાંજરે પુરી વન વિભાગને સોંપ્યો
Published on: 21st June, 2025
વડોદરા શહેરમાં વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં નવા પાણી ધસી આવ્યા છે અને મગર દર વર્ષની જેમ નદીમાંથી નિવાસ્થાને પહોચી આવ્યો છે. રાત્રે દોઢ ઇંચ વરસાદ થયા પછી શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુએજ પંપ સ્ટેશન પાસે એક પાંચ ફૂટના મગરને વન વિભાગની સૂચનાથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મગરને સુરક્ષિત રીતે પાંજરમાં લઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે અને તે પાણીમાં ઊઠતા તરંગોનાં આધારે શિકાર કરે છે. નદી કિનારે સાવધાની રાખવી આવશ્યક છે કારણ કે મગરના હુમલા ગંભીર બની શકે છે તેમજ મગરના હુમલામાં જાનહાનિ થાય તો સરકાર 4 લાખ રૂપિયા વળતર આપે છે.

Published at: June 21, 2025
Read More at દિવ્ય ભાસ્કર