બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 745 પોઇન્ટ તૂટ્યો
બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 745 પોઇન્ટ તૂટ્યો
Published on: 03rd June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત ધીમી થઇ. IFT નિફ્ટી 23,466 ના સ્તરે આશરે 135 પોઈન્ટ ઘટીને ટ્રેડ થતો જોવા મળ્યો. સવારે 9.30 વાગ્યે, સેન્સેક્સ 745.57 પોઇન્ટના ઘટાડા સાથે 73,904 અને નિફ્ટી 193.95 પોઇન્ટના ઘટાડા સાથે 23,289 પર ખુલ્યા. RBI ની MPC બેઠક પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત રહેશે, જે વ્યાજ દરો અને નીતિ વલણ અંગે અપેક્ષાઓ ધરાવે છે.