ક્રૂડમાં તેજીનો માહોલ: સોનામાં ઘટાડો ચાંદી નીચી ખુલ્યા પછી ફરીથી ઉંચકાઇ
ક્રૂડમાં તેજીનો માહોલ: સોનામાં ઘટાડો ચાંદી નીચી ખુલ્યા પછી ફરીથી ઉંચકાઇ
Published on: 02nd June, 2026

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. પ્લેટીનમના ભાવ પણ ઉંચકાયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ ૪ ટકા ઉછળ્યા હતા. વિવિધ દેશોમાં ક્રૂડતેલનો સ્ટોક ઘટી રહ્યો છે એ જોતાં આગળ ઉપર ક્રૂડના ભાવ ઉછળી બેરલના ૧૫૦ ડોલર થઈ જવાની આગાહી જાણકારોએ કરતાં વિશ્વબજારમાં અજંપો જણાયો હતો. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૪૦થી ૪૫૪૧ વાળા ઘટી નીચામાં ભાવ ૪૪૮૯ થઈ ૪૫૦૯થી ૪૫૧૦ ડોલર રહ્યા હતા.