સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો
Published on: 06th September, 2026

વીતેલા સપ્તાહ દરમિયાન ઘરેલુ બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ચાંદી અઠવાડિયામાં લગભગ 5000 રૂપિયા પ્રતિ કિલો તૂટી છે. 24 Karat Gold Rate 4694 રૂપિયા ઘટીને 1,54,884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 8,436 રૂપિયા ઘટીને 2,35,456 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે. આ ઘટાડા બાદ ચાંદી તેના Life Time High Level થી 1.82 લાખ રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે.