સ્માર્ટફોનથી અલગ, મ્યુઝિક પ્લેયર અને ડિજિટલ કેમેરાની માંગમાં વધારો
સ્માર્ટફોનથી અલગ, મ્યુઝિક પ્લેયર અને ડિજિટલ કેમેરાની માંગમાં વધારો
Published on: 06th September, 2026

સ્માર્ટફોનના વધતા સ્ક્રીન ટાઈમને ઘટાડવા માટે ઘણા લોકો જૂના ગેજેટ્સ તરફ વળી રહ્યા છે. યુવાનોમાં iPod, Walkman, વાયર્ડ હેડફોન્સ, અને જૂના ડિજિટલ કેમેરા જેવી રેટ્રો ટેકનોલોજી ફરી લોકપ્રિય બની રહી છે. ફોનથી દૂર રહેવા માટે સાદા એલાર્મ ક્લોકનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આ ઉપરાંત, સ્માર્ટફોન કેમેરા ઉત્તમ હોવા છતાં, અલગ ડિજિટલ કેમેરાની માંગ વધી છે, જેનાથી ફોટોગ્રાફી સ્કિલ પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે. નોટ્સ લખવા માટે પણ ડિજિટલ નોટબુક્સની લોકપ્રિયતા વધી રહી છે.