વૈશ્વિક અનાજના ભાવો ચાર વર્ષની ટોચ પર
વૈશ્વિક અનાજના ભાવો ચાર વર્ષની ટોચ પર
Published on: 06th September, 2026

વિશ્વભરમાં ખાદ્યાન્નના ભાવોમાં થયેલા ભારે વધારાને કારણે ગરીબ માણસના મોઢેથી કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓગસ્ટમાં વિશ્વભરમાં અનાજની વસ્તુઓની કિંમતો ૨૦૨૨ પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. યુરોપમાં હીટ વેવ, અલ નીનોની અસર, ઈરાન અને યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યાન્નની હેરફેર પર માઠી અસર પડી છે, જેના કારણે દુનિયાભરમાં અનાજના સ્ટોકમાં ઉથલપાથલ થઈ ગઈ છે. યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) મુજબ, મુખ્ય સૂચકાંક વધીને ૧૩૩.૩ અંક થયો છે.