અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર: સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, બ્રેન્ટ ક્રૂડમાં ભડકો
અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર: સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, બ્રેન્ટ ક્રૂડમાં ભડકો
Published on: 08th July, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધના સંકેતોએ વૈશ્વિક બજારોમાં ચિંતા જગાવી છે. આ તણાવના કારણે સોના-ચાંદી, સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 625 પોઈન્ટનો અને નિફ્ટીમાં 191 પોઈન્ટનો કડાકો બોલાયો છે. ચાંદીમાં 1932 રૂપિયા અને સોનામાં 1182 રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ 76.12 ડૉલરની સપાટી વટાવી ગયું છે.