પોલિટેકનિક વ્યાખ્યાતાએ અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો.
પોલિટેકનિક વ્યાખ્યાતાએ અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો.
Published on: 24th December, 2025

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા 2025-26નું આયોજન થયું. જેમાં સરકારી પોલિટેકનિક, ભુજના વ્યાખ્યાતા જહાન્વી ઠક્કરે ગુજરાત સચિવાલયની ટીમમાં ભાગ લીધો. વુમન્સ ટીમે કાંસ્ય પદક જીત્યો, જહાન્વીએ સિંગલ્સમાં 9-0થી જીત મેળવી. ગુજરાત રાજ્ય દ્વારા પ્રથમ વખત આ સ્પર્ધાની યજમાની કરાઈ. સ્પર્ધામાં 28 ટીમોએ ભાગ લીધો.