વૈભવ સૂર્યવંશી: ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ સાથે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની અણી પર
વૈભવ સૂર્યવંશી: ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ સાથે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની અણી પર
Published on: 06th June, 2026

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર થયેલી T20I ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો સમાવેશ થયો છે. IPL 2026 માં 14 મેચમાં 776 રન બનાવી ઓરેન્જ કેપ જીતનાર વૈભવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરતાં જ સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની સંભાવના છે. સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે વૈભવ અત્યારે માત્ર 15 વર્ષનો છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે, તો તે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડી બનશે.