કોકરોચ જનતા પાર્ટીનું 7 દિવસનું અલ્ટીમેટમ: શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે તો દેશવ્યાપી આંદોલન!
કોકરોચ જનતા પાર્ટીનું 7 દિવસનું અલ્ટીમેટમ: શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે તો દેશવ્યાપી આંદોલન!
Published on: 07th June, 2026

કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં તેમની માંગણી સંતોષાશે નહીં, તો સમગ્ર દેશમાં મોટા પાયે આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનમાં દેશભરમાંથી યુવાનો જોડાયા હતા. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું કે આ માત્ર શરૂઆત છે અને સરકાર વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.