અંડર-14 ક્રિકેટમાં ભાવનગરની સેમિ ફાઇનલમાં એન્ટ્રી, અમરેલીનો પરાજય.
અંડર-14 ક્રિકેટમાં ભાવનગરની સેમિ ફાઇનલમાં એન્ટ્રી, અમરેલીનો પરાજય.
Published on: 24th December, 2025

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અંડર-14 ટુર્નામેન્ટમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટે અમરેલીને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ભાવનગરે પ્રથમ દાવમાં 258 રન બનાવ્યા, જ્યારે અમરેલી 135 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભાવનગરના આરવ મહેતાએ 6 વિકેટ લીધી. પ્રીતરાજ ચૌહાણે 51 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી. સેમિ ફાઇનલમાં ભાવનગર અને રાજકોટ રૂરલ ટકરાશે.